અમદાવાદ-

રાત્રી કફર્યુંમાં તલવાર વડે કેપ કાપતો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થતા ખાડીયા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એવુ જાણવા મળ્યું હતું કે, એક કિશોરનો જન્મદિવસ હતો જેથી તેના કિશોર મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા માટે આવ્યા હતા અને તલવાર વડે કેક કાપી હતી. જેથી આ ઉજવણીમાં સામેલ રહેલ એક યુવકની પોલીસે ધરપકડ કરી તલવાર જપ્ત કરી છે. બીજી બાજુ કિશોરોના વાલીને પોલીસે નોટીસ આપી વધુ તપાસ હાથધરી છે.

શહેરમાં રાત્રી કર્ફ્યુ હોવા છતા પણ કેટલાક લોકો ટોળુ ભેગુ કરીને જન્મદિવસની ઉજવણી કરી તલવાર વડે કેપ કાપતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જો કે પોલીસ દ્રારા આ વિડીયોની પુષ્ટી કરવામાં આવી ત્યારે આ વિડીયો ખાડીયા વિસ્તારનો હોવાનો સામે આવ્યું હતું. જેથી ખાડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ વિડીયોને આધારે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે, ગુરુવારે રાત્રીના સમયે સારંગપુર ચોકી વિસ્તારમાં આવેલ પંડીતજીની પોળમાં એક કિશોરનો જન્મ દિવસ હોવાથી તેના મિત્રો ભેગા મળી ને રાત્રીના સમયે જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં તલવાર વડે કેપ કાપી હતી. જેથી આ અંગે વધુ તપાસ કરતા નવ કિશોરો અને એક નૈનેશ રમેશભાઈ પટેલ નામના શખ્સો જન્મદિવસની ઉજવણી કરતા હોવાનું સામે આવ્યું હોવાથી ખાડીયા પોલીસે નૈનેશ પટેલની ધરપકડ કરી કેક કાપવામાં ઉપયોગમાં લેવાતી તલવાર જપ્ત કરી છે. બીજી બાજુ પોલીસ સુત્રોથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, નવ કિશોરોના વાલીઓને પોલીસે નોટીસ ફાળવી છે.