હિરણ-કપિલા-સરસ્વતી નદી અને સમુદ્ર સાથે સંગમ થાય છે, આ પવિત્ર ત્રિવેણી સંગમ નો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે, જ્યાં આજરોજ ગંગા દશેરાની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ ગંગા પુજન ત્રિવણી સંગમ ખાતે વિવિધિ પૂષ્પો-દ્રવ્યો વગેરેથી કરવામાં આવેલ, ત્યાર બાદ સૌ ભક્તોએ સ્વહસ્તે આરતી ઉતારી કૃતકૃત્ય થયા હતા. આ પ્રસંગે ખારવા સમાજના અગ્રણી લખમ ભેસલા, સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટ, ચંદ્રપ્રકાશ ભટ્ટ ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના જાેડાઇ ધન્ય બન્યા હતા.