સુરત-

સુરતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સુરત પોલીસ કમિશનરે આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. શહેરમાં ૨૦ ટ્રાફિક પોઇન્ટ જ્યાં સૌથી વધારે પીક અવર્સમાં ટ્રાફિક રહે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે, આવા ટ્રાફિકના પોઇન્ટ પર ચાલકોનો સમય ન વેડફાય અને ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ કે ટીઆરબીએ વાહન ચેકિંગ કે દંડની કાર્યવાહીની કામગીરી નહીં કરવાનો ર્નિણય લીધો છે.

માત્ર આવા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ટ્રાફિક નિયમન કરવાનું કામ કરવાનું છે એવો ર્નિણય પોલીસ કમિશનરે લીધો છે. સુરતના ચાર રીજીયનમાં ૫-૫ પોઇન્ટ પર ખાસ કરીને પીક અવર્સમાં નિયમન કરાશે અને તે દરમિયાન દંડ કે વાહન જપ્તની કાર્યવાહી કરવાની રહેશે નહિ. જયારે નજીકના અન્ય પોઇન્ટ પર દંડની કાર્યવાહી કરાશે.

રીજીયન-૧માં પોદ્દાર આર્કેડ, સીમાડા, ડીજીવીસીએલ, મહારાણા પ્રતાપ, રોકડીયા હનુમાન, રીજીયન-૨માં પરવટ પાટિયા, આઈમાતા ચોક, આયુવૈદીક સર્કલ, ગજેરા સર્કલ, ભાગળ, રીજીયન-૩માં અઠવાગેટ, મજૂરાગેટ, ઉધના દરવાજા, બ્રેડલાઇનર, દક્ષેશ્વર મહાદેવ અને રીજીયન-૪માં રૂષભ ટાવર, ધબકાર સર્કલ, મધુવન સર્કલ, વીઆઈપી સર્કલ, ગુજરાત ગેસ સર્કલ.