છત્તીસગઢ: પોતાના મિત્ર સાથે ફરવા ગયેલી 14 વર્ષની કિશોરી પર ગેંગરેપ થયો
24, નવેમ્બર 2020

દિલ્હી-

છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં એક 14 વર્ષિય આદિવાસી યુવતી પર ચાર અજાણ્યા લોકોએ ગેંગરેપ કર્યો હતો. કબીરધામ જિલ્લાના પોલીસ અધિક્ષક શાલભ સિંહાએ સોમવારે જણાવ્યું હતું કે, જિલ્લાના સિટી કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાળકીના દુષ્કર્મના આરોપસર ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. સિંહાએ જણાવ્યું હતું કે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે રવિવારે તેણી જ્યારે તેના એક મિત્ર સાથે ફરવા ગઈ ત્યારે ચાર આરોપીઓએ તેને ઘેરી લીધા હતા. આ દરમિયાન તેણે યુવતીના મિત્રને ધમકી આપી તેને ત્યાંથી ભગાડી દિધો.

યુવતીએ પોલીસને જણાવ્યું કે ચારે આરોપીઓ તેને એકાંત સ્થળે લઈ ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. સિંહાએ જણાવ્યું હતું કે, જ્યારે યુવતીએ મદદ માટે પોતાનો અવાજ કર્યો હતો  ત્યારે કેટલાક સ્થાનિકોએ પોલીસને તેના વિશે જાણ કરી હતી. બાદમાં પેટ્રોલીંગ પર આવેલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને બહાર કાઢવામાં આવી હતી.

સિંહાએ જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદના આધારે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ આરોપીની શોધ કરી રહી છે અને કેટલાક લોકોની અટકાયતમાં પુછપરછ કરવામાં આવી રહી છે. અહીં રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકાર પર ગુનાખોરીને કાબૂમાં લેવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદેવ સાઇએ કહ્યું છે કે રાજ્ય સરકાર ગુનાખોરીને કાબૂમાં કરવામાં નિષ્ફળ ગઈ છે અને રાજ્યના લોકો અસલામતી અનુભવે છે. સાયએ કહ્યું છે કે કવર્ધામાં સગીર આદિવાસી યુવતી પર બળાત્કારની ઘટના ચોંકાવનારી છે. આ કેસમાં આરોપી હજી ફરાર છે. ભાજપના પ્રદેશ પ્રમુખે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 






© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution