જામનગર-

મહાનગરપાલિકા હેઠળ રૂપિયા ૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં પીએમ એવાયયોજના હેઠળ એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં અંદાજીત રૂપિયા ૩૨.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઈડબ્લ્યુએસ-૧ પ્રકારના ૫૭૬ આવાસ, પી.એમ.એ.વાય.યોજના હેઠળ રઘુવીર સોસાયટી પાસે, લાલપુર રોડ ખાતે અંદાજીત રૂપિયા ૨૪.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઈડબ્લ્યુએસ-૨ પ્રકારના ૩૫૨ આવાસ અને ૪૫ લાખના ખર્ચે તૈયાર થયેલ મીની ફાયર ટેન્ડરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે જામનગરના વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયાઆ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાનને મહત્વપૂર્ણ જનહિત યોજના 'નળ સે જળ' અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યપ્રધાને રાજ્યના કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષારયુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો કોલ આપ્યો હતો.મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે જામનગરના વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયામુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે જામનગરના વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયાવિજયભાઈ રૂપાણીએ જામનગર મહાનગરમાં ઇ.ડબલ્યુ.એસ આવાસ સહિત ડ્રેનેજ અને પાણીની નવી પાઇપ લાઇનના તથા ઐતિહાસિક ભુજીયા કોઠા નવીનીકરણના કુલ ૧૫૪.૬૧ કરોડના વિવિધ વિકાસ કામોના

ઇ-લોકાપર્ણ અને ભૂમિપૂજન ગાંધીનગરથી કૃષિ પ્રધાન આર.સી ફળદુની ઉપસ્થિતિમાં કર્યા હતા. મુખ્યપ્રધાને “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના મંત્ર સાથે નગરો-મહાનગરો, ગામોના સ્થાનિક સત્તા તંત્રવાહકોને લઘુત્તમ સાધનો નો મહત્તમ ઉપયોગ લોકહિત માટે કરી વિકાસ યાત્રા અવિરત જારી રાખવાની શીખ આપી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાને જામનગર મહાનગરને એક મહત્વપૂર્ણ ભેટ આપતા જામનગરના સુભાષ બ્રિજથી સાત રસ્તા પરના ઓવરબ્રિજ માટે રૂપિયા ૧૫૫ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મંજૂર કરવાની જાહેરાત કરી હતી અને તેના કામો સત્વરે શરૂ કરીને નગરના વિકાસની ધોરી નસ સમાન આ પ્રોજેક્ટથી જામનગર આધુનિક ભવ્ય અને વિકાસશીલ મહાનગર બનાવવા આહ્વાન કર્યુ હતું.