દાહોદ, દાહોદ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતા શિક્ષણના કારણે બાળ લગ્નની પ્રથા હજીએ જીવંત રહેવા પામી છે અને તેમાંય વળી ગામના કેટલાક શિક્ષિતોના કારણે સંલગ્ન વિભાગના અધિકારીઓની મદદ લઇ કેટલાક બાળલગ્નો અટકાવ્યાના તેમજ બંને પરિવારોને સમજાવી બાળ લગ્ન મોકૂફ રાખ્યાના અહેવાલો છે. હાલ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે. તેમાંની કેટલીક જગ્યાએ તો હાલ બાળ લગ્નનું આયોજન પણ ગોઠવાય છે. તેવા સમયે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાર ગામમાં એક ઠેકાણે બાળ લગ્ન થઈ રહ્યા હોવાની ફરિયાદ બાળ લગ્ન પ્રતિબંધક વિભાગને મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખા ટા ના આદેશ હેઠળ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડના માર્ગદર્શન થી પોલીસ વિભાગના સંકલન સાથે બનાવેલ ટીમએ લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી કુરેશીના નેતૃત્વમાં બાળ લગ્ન પૂર્ણ થાય તે પહેલાં જ લીમખેડા તાલુકાના બાર ગામે દોડી જય પોતાની કામગીરી હાથ ધરી બાળ લગ્ન થતા અટકાવી બીજા હતા અને બંને પક્ષના વાલીઓને બાળ લગ્નની જાેગવાઈઓ વિશે સમજ પૂરી પાડી હતી. જેમાં બાળકની ઉંમર ૨૧ વર્ષ અને બાળકીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી જ લગ્ન કરાવવા જાેઈએ. વિસ્તૃત સમજાવટ બાદ બંને પક્ષના વાલીઓ દ્વારા લગ્ન મોકૂફ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. સદર ટીમમાં સંદીપભાઈ ભાટ, વિક્રમ ચારેલ, પરેશ મકવાણા તેમજ પોલીસ વિભાગમાંથી પ્રકાશ ડામોર તથા અશોકભાઈ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ લગ્નની બદી હજુ સુધી સમાજમાં ફેલાયેલી છે. આ બદીને રોકવા માટે સમાજે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.