ચીને યુએનમાં ભારતને આતંકીઓની વિરુદ્ધ એક્શન લેનાર સબ કમિટીની અધ્યક્ષતા કરતા અટકાવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જાન્યુઆરી 2021  |   1980

દિલ્હી-

ભારત સાથે કૂટનીતિકથી લઇ આર્થિક અને સૈન્ય મોરચા પર સતત ઊંધા માથે પછડાતા ચીન પોતાની હરકતો પરથી બાજ આવી રહ્યા નથી. ડ્રેગને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક સબ કમિટીમાં ભારતની અધ્યક્ષતામાં અવરોધ મૂક્યો છે. મહત્વની વાત એ છે કે ચીન સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય છે.

જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને હજી આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થયાના ઉપદ્રવમાંથી બહાર આવ્યું નથી. તેની તમામ કોશિષો છતાંય ભારત અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં સફળ રહ્યા હતા. આ હાર બાદ ચીનએ ભારતને યુએનએસસીમાં ઘેરવાની કોશિષ કરી રહ્યું છે. ડિપ્લોમેટસ સૂત્રોના મતે આ વખતે ચીને ભારતને આતંકવાદીઓની વિરૂદ્ધ એક્શન લેનાર એક સબ કમિટીની અધ્યક્ષતા કરવાથી રોકી દીધા છે.

ભારતે 1 જાન્યુઆરીના રોજ યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી. ભારતને કાઉન્ટર ટેરરિઝમ કમિટી અને તાલિબાન અને લિબિયા પ્રતિબંધ સમિતિની અધ્યક્ષતા મળી હતી. ચીને ખૂબ જ અગત્યના અલકાયદા પ્રતિબંધ કમિટીમાં ભારતની અધ્યક્ષતાને રોકી દીધી છે. આ કમિટી એ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ મસૂદ અઝહર, હાફિઝ સઈદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. યુએનએસસીમાં ચીન એકમાત્ર સભ્ય દેશ છે કે જાે ભારતને અલકાયદા પ્રતિબંધ કમિટીની અધ્યક્ષતાનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીન પહેલાં પણ કેટલાંય મોકા પર પાકિસ્તાનની તરફથી આતંકવાદી અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાના ભારતના પ્રયાસમાં અડિંગો લગાવી ચૂકયું છે. વર્ષ ૨૦૧૯માં પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ચીન પર દબાણ બનાવી અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવ્યો હતો.

યુએનએસસીના 5 કાયમી સભ્ય દેશોમાંથી એક રાજકીય સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ચીન ભારતની અલ કાયદા પ્રતિબંધ સમિતિના અધ્યક્ષની વિરુદ્ધ છે. સૂત્રએ કહ્યું કે અહીં ચીન હોવાને કારણે સમિતિની રચનાની ઘોષણા મોડી થઈ રહી છે. જાેકે, ભારત આવતા વર્ષે કાઉન્ટર ટેરરિઝમ કમિટીની અધ્યક્ષતા લેશે. આવું પહેલીવાર બનશે જ્યારે ચીનના વિરોધને કારણે તાલિબાન પ્રતિબંધ સમિતિ અને અલ કાયદા સમિતિની અધ્યક્ષતા અલગ-અલગ દેશ કરશે. ભારત તાલિબાન પ્રતિબંધ સમિતિની અધ્યક્ષતા કરશે જ્યારે નોર્વે અલ કાયદા અને અન્ય સંબંધિત સમિતિઓની અધ્યક્ષતા કરશે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution