24, જુલાઈ 2020
બેઈજિંગ-
અમેરિકા અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે. હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટનમાં સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેની વિરુદ્ધ કાર્યવાહી કરતા ચીને પણ ચેંગદૂમાં અમેરિકાને દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે.
ચીને ગુરુવારે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, ચીનના વિદેશ મંત્રાલયે ચેંગદૂમાં અમેરિકાના દૂતાવાસનું સંચાલન બંધ કરવા જણાવ્યું છે. મંત્રાલયના કાન્સુલેટ જનરલ દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય અને કાર્યક્રમો પર રોક લગાવવાને લઈને કેટલાક ખાસ નિયમોની જાણકારી પણ આપી છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 21 જુલાઈના રોજ અમેરિકાએ ચીનની વિરુદ્ધ એક તરફી વિરોધ પગલા લેતા અચાનકથી જણાવ્યું કે હ્યૂસ્તટમાં સ્થિતિ દૂતાવાસને બંધ કરવો પડષે. અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાના વાણિજ્ય સમજૂતિનું ઉલ્લંઘન કરે છે. આનાથી ચીન- અમેરિકાના સંબંધો પર ગંભીર અસર પડી છે
ચીને નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, હાલ ચીન અને અમેરિકાના સંબંધ એવા નથી જેવા અમે જોવા માગીએ છીએ અને આના માટે અમેરિકા જવાબદાર છે. ફરી એક વખત અમે આગ્રહ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ખોટો નિર્ણય પરત ખેંચે અને બંને દેશોના સંબંધોના સામાન્ય કરવા માટે જરૂરી સ્થિતિ પેદા કરે.