ચીનના પ્રચંડ ભૂકંપમાં ૩નાં મોત: 60 ઘાયલ
17, સપ્ટેમ્બર 2021

બેઇજિંગ-

ચીનના ભૂકંપને કારણે ઘાયલ થયેલા લોકોને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. જે પૈકી ત્રણની સિૃથતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. સૃથાનિક સરકારના જણાવ્યા અનુસાર ૬૯૦૦ અસરગ્રસ્ત લોેકોને અન્ય સૃથળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૧૦,૦૦૦ લોકોને કામચલાઉ રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. ભૂકંપને કારણે ૭૩૦ મકાનો ધરાશયી થયા છે અને ૭૨૯૦ મકાનોને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરીમાં ૮૯૦ કમાન્ડર અને ફાઇટરને સામેલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અન્ય ૪૬૦૦ રેસ્ક્યુ વર્કરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. વરસાદને કારણે પણ રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે સિચુઆન પ્રાંતમાં ૨૦૦૮માં પણ ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોેકોનાૅં મોત થયા હતાં. ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંતમાં આજે સવારે ૬.૦ તીવ્રતાના ભૂકંપ આવ્યોે હતો. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે. સિચુઆનના આૃર્થકવેક રિલીફ હેડક્વાર્ટરમાં બીજા લેવલનું રિસપોન્સ એક્ટિવેટ થયું હતું. જે ચીનના ફોેર ટાયર ઇર્થકવેક ઇમરજન્સી રિસપોન્સ સિસ્ટમમાં બીજાે સૌથી મોટો રિસપોન્સ હતો. ચીનના આૃર્થકવેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર સવારે ૪.૩૩ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૬ હતી. આ ભૂકંપનું કેન્દ્ર લુક્સિયામન કાઉન્ટીમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution