દિલ્હી-

કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સએ ઇન્ડિયન સ્કૂલ ઓફ સેકેંડરી એજ્યુકેશન 10 અને ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ 12 માં ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.cisce.com ની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ CISCE બોર્ડના સેક્રેટરી ગેરી અરાથૂને કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ 24 જુલાઈએ બપોરે 3 વાગ્યે જાહેર કરવામાં આવશે. બોર્ડે આ વર્ષે કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને બન્ને ધોરણની પરીક્ષા રદ કરી હતી. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી વૈકલ્પિક નીતિના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.CISCE દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને બોર્ડ દ્વારા પરિક્ષા રદ કરવામાં આવી હતી, પરંતુ હાલ સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા આ નિયમોને આધીન આ પરિક્ષા લેવા નિર્ણય લેવામાં આવ્યો છે.