અમદાવાદ, શહેરની હવા હવે દિવસે દિવસે પ્રદુષિત થઈ રહી છે. જેને લઈને લોકોમાં શ્વાસની તકલીફ, ખાંસી અને ફેફસાની તકલીફમાં વધારો જાેવા મળ્યો છે. હવામાં પ્રદૂષણની માત્રાની માપણી કરવા માટે એર ક્વોલિટી ઈન્ડેક્સથી માપણી કરવામાં આવે છે આ વખતે શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ ને પાર થતા હવામાં સખત માત્રામાં પ્રદુષણ ફેલાયું છે તેવું જાણી શકાય છે. હાલ શહેરની હવામાં જેથી કાર્બન ડાયોક્સાઈડ, ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ-ટુનું પ્રમાણ કેટલું છે એર ક્વોલિટી ઈન્ડેક્સથી જાણી શકાય છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ જાે ૦થી ૧૦૦ સુધી હોય તો શહેરની હવામાં શદ્ધ છે અને જાે એર ક્વોલોટી ઈન્ડેક્સ ૧૦૦થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે તેવું કહી શકાય. છઊૈં જાે ૨૦૦થી વધારે છે. પરંતુ હાલમાં જ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ને પાર થયો છે એટલે શહેરનું પ્રદુષણ મુંબઈ અને નવી દિલ્હી કરતા પણ વધારે છે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. વિસ્તાર મુજબ બોપલ અને રાયખડમાં છઊૈં ૩૦૮ છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારનો છઊૈં ૩૦૧ છે. અમદાવાદ શહેરમાં પ્રદુષણ વધતા દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ પડી શકે છે. અસ્થામાં દર્દીઓ અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે આ હવા વધુ જાેખમી બની શકે છે. હાલ હવાનું પ્રદૂષણ આ સ્તરે પહોંચ્યું હોવાથી લોકોએ માસ્ક પહેરવું જરૂરી બન્યું છે.

અમદાવાદ ૩૧૬, મુંબઈ- ૩૦૪, દિલ્હી ૨૩૧, પુણેમાં ૨૦૮ એર ક્વોલિટી ઇન્ડેક્સ

 મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ તરફથી આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જાની શકાય તે માટે અલગ અલગ જગ્યાઓ પર મોટી મોટી એળ ઇ ડી લગાવવામાં આવી છે જેના માટે કરોડો રૂપિયા ખર્ચ કરવમાં આવ્યા છે પરંતુ તેનો ઉપયોગ નહીવત થાય છે.વિસ્તાર મુજબ એર ક્વોલિટી ઇંડેક્સ જાેવામાં આવે તો નવરંગપુરા- ૩૧૬. રાયખડ- ૩૨૭, બોપલ- ૩૦૬, સેટેલાઈટ - ૨૬૨. એરપોર્ટ વિસ્તાર -૩૦૪ એર ક્વોલિટી ઇંડેક્સ નોધાયો છે, જાેકે દેશના ૪ મુખ્ય શહેરમાં અમદાવાદ ૩૧૬, મુંબઈ- ૩૦૪, દિલ્હી ૨૩૧ અને પુણેમાં ૨૦૮ એર ક્વોલિટી ઇંડેક્સ નોધાયો છે.