સુરત,તા.૨૫ 

કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. ચેપ વધવાની સાથે દર્દીઓમાં અલગ અલગ લક્ષણો જાવા મળી રહ્યાં છે. અમુક દર્દીઓ ફટાફટ રિક્વર થઈ રહ્યા છે જ્યારે અમુક દર્દીઓને વેન્ટીલેટર પણ રિક્વરી નથી જાવા મળી રહી ત્યારે સુરતના બે તબીબોએ ઈસીએમઓ ટ્રીટમેન્ટ કરીને એક દર્દીને રિક્વર કર્યો છે. ઈસીએમઓ ટ્રીટમેન્ટ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર સારવાર આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ડો.હરેશ વસ્તરપરા અને ડો. દિપક વિરડીયા દ્વારા ઈસીએમઓ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.દર્દીના વેન્ટીલેટરના લાંબ સમયના સપોર્ટ પછી પણ રિક્વરી ન જણાતા અને ફેફસામાં વધારે તકલીફ થવાના કારણે કૃત્રિમ રીતે ફેફસાને સક્રિય કરવા અને રિક્વરી આપવા તારીખ ૨૪ જૂનના રાત્રે બે વાગ્યે ઈસીએમઓ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ભારતમાં કોરોના પોઝિટિવના માત્ર છ દર્દીઓને જ ઈસીએમઓ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. જેમાં પણ ગુજરાતમાં પ્રથમ વખત કોરોના સામે લડવા માટે ઈસીએમઓ ટ્રીટમેન્ટનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. વેન્ટીલેટર અને બીજી ઘણી બધી સારવાર બાદ કોરોના પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ કરવા ઈસીએમઓટ્રીટમેન્ટ આશાનું કિરણ હોવાનું તબીબો કહી રહ્યાં છે.