મોડાસામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ શું થયું
28, ફેબ્રુઆરી 2021

મોડાસા-

સ્થાનિક ચૂંટણીઓના અંતિમ તબક્કા પૂર્વે અહીં મોડાસામાં માહોલ ગરમ થઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. મોડી રાત્રે સંઘર્ષની આવી ઘટના બની હતી. આ સંઘર્ષમાં એબીવીપીના કાર્યકરો પર અન્ય સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ ઉઠ્યો હતો.

મોડી રાત્રે મોડાસાના સાંઈમંદિર પાસે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એબીવીપી કાર્યકરો પર એસએફઆઈના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ ઉઠ્યો હતો. સ્ટુન્ડન્ટના બચાવમાં મોડાસામાં રોડ પર ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. કોંગ્રેસ અને સ્ટુન્ડન્ટ દ્વારા ચક્કાજામ કરાયું હતું. મોડી રાત્રે  પોલીસ સાથે કોંગી નેતાના ઘર્ષણની ઘટના બની હતી. કાર્યકર્તાઓ પણ રોડ પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહને જેલમાં પુરાયા હતા. મોડાસા અને બાયડના કોંગી ધારાસભ્ય પોલીસ મથકે પહોંચી ગયા હતા. માર્ક્સવાદી કાર્યકરો દ્વારા પોલીસ મથકે હોબાળો કરાયો હતો. 

બીજીબાજુ, અરવલ્લીમાં આપ પાર્ટીને મતદાન પહેલા મોટો ઝાટકો લાગ્યો હતો. મોડાસાની સબલપુર તાલુકા પંચાયતના આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. દેવિકાબેન સુરેશભાઈ પટેલ નામના આપના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આપના ઉમેદવાર ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં જોડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution