12, જુલાઈ 2025
ગાંધીનગર |
1980 |
ગુજરાતમાં આજે બોર્ડ પરીક્ષાનું પૂરક પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. આજે સવારે 8.00 કલાકે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં 41.56% પરિણામ આવ્યું છે. પૂરક પરીક્ષામાં સાયન્સના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જૂન મહિનામાં 23 જૂનથી 30 જૂન સુધી પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આજે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.
પૂરક પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું 41.56 ટકાં પરિણામમાં એ ગ્રુપનું 46.32 ટકા અને બી ગ્રુપનું 40.47 પરિણામ આવ્યું છે. અને એબી ગ્રુપનું 37.50 ટકા પરિણામ આવ્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં એક કે બે વિષયમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે માટે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં સાથે જ જોડાઈ શકે.
વિદ્યાર્થીઓ માટે નવી તક
મહત્વનું છે કે માર્ચ મહિનામાં બોર્ડ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ ના હોય તેઓ પણ ફરી પરીક્ષા આપી શકે માટે આ વર્ષે બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ મુજબ જૂન મહિનામાં પૂરક પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં 10,9881 વિદ્યાર્થીઓ નોંધાયા જેમાં 7660એ પરીક્ષા આપી અને 5821ના પરિણામમાં સુધારો થયો.