ગુજરાતના વર્ગ ૩ના કર્મચારી - અધિકારીઓએ હવે સ્થાવર મિલકત પણ જાહેર કરવી પડશે
14, માર્ચ 2024 891   |  

ગાંધીનગર રાજ્ય સરકારના વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. હવેથી વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓએ પણ પોતાની મિલકતો અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વર્ગ ૩ ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે. સરકારના વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓએ આ વર્ષે ૧૫ મે સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા પોતાની પાસે રહેલી મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી માસ સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. જાે આ મિલકત સમયસર જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવશે. રાજ્ય સરકારના વર્ગ એક થી વર્ગ ૩ ના કર્મચારી અધિકારીઓ ની વરસ દરમિયાન થાવર કે જંગમ મિલકતમાં થયેલા ફેરબદલને ની પણ નોંધ કરવી પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution