જૂનાગઢ-

વિસાવદરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે વિસાવદરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો હતો, ત્યારે વિસાવદરની પોપટડી અને મયારિયો બન્ને નદીમાં પૂર આવ્યા હતા. ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા સિઝનના નદીમાં આવેલા પહેલા પૂરના વધામણાં કરવામાં આવ્યા હતા. વિસાવદરના ધારી બાયપાસ અંડર બ્રિજમાં પણ પાણી ભરાઇ ગયા હતા, ત્યારે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં અંડર બ્રિજમાં પાણી ભરાતા આર. એન. બી વિભાગ દ્વારા 4 મહિના પહેલા અંડર બ્રિજમાં પાણીના નિકાલ માટે સિમેન્ટના મોટા પાઇપ મૂકીને કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરી પાણીમાં ધોવાઇ ગઇ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિસાવદરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે વિસાવદરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા.