ગાંધીનગર-

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ અને તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે રાજકોટ અને જામનગર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇને સમગ્ર મામલે આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની હવાઈ નિરીક્ષણ કરવા પહોય્યા હતા. સાથે જ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરશે. જોકે જામનગર જીલ્લાના ઘુંઘાવ ગામે સીએમ પહોચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યા હતો. છેલ્લા 2 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ અને તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે રાજકોટ અને જામનગર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે અને એરફોર્સ દ્વારા 45થી વધુ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની હવાઈ નિરીક્ષણ કરશે સાથે જ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરશે.