રાજકોટ-

દેશના વિવિધ રાજ્યોમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલે મોરબીની મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાતે કરફ્યૂ કેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે.રાતના કરફ્યૂ અંગે જણાવ્યું કે, 20 નગરોમાં જેમાં મોરબી પણ સામેલ છે તેમાં રાતે કરફ્યૂ ચાલુ કર્યું છે. જેથી ગરમીમાં લોકો બનિજરૂરી રાતે બહાર ન નીકળે અને સંક્રણ વધે નહીં. આ ઉપરાંત સીએમ રૂપાણીએ વડાપ્રધાન મોદીએ આપેલા ત્રણ 'T'અંગે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધવાનું છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ આંકડા સાચા જ બતાવવામાં આવી રહ્યા છે. આંકડા છુપાવવાનો કોઈ મતલબ જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દે હાલ બેઠક કરી અને મોરબી જિલ્લાની સ્થિતિ સુધરે તેમજ હાલ પણ મોરબી ની સ્થિતિ કન્ટ્રોલમાં છે તેવું જણાવ્યું હતું.