સીએમ રૂપાણી આજે રાજકોટ આવી ગાઇડલાઇન મુજબ મતદાન કરશે
21, ફેબ્રુઆરી 2021

અમદાવાદ, રાજ્યની મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. રાજ્યના લાખો શહેરી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વમાં કોરોના કાળમાં મતદાન માટે જાેડાશે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પણ આ ચૂંટણીમાં મત આપશે તેવા અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે. આજે મુખ્યમંત્રીનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેનો અંતિમ ર્નિણય જાહેર થાય તેવી વકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૦નાં મતદાર છે. તેઓ હાલમાં અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. જાેકે, કોરોનાના દર્દીઓ માટે પીપીઈ કીટમાં મતદાન કરવાની વ્યવસ્થા અગાઉ પણ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સીએમનો ટેસ્ટ નેગેટિવ આવે તો ચિંતાનું કારણ નથી પરંતુ જાે ટેસ્ટ પોઝિટિવ હોય તો કઈ રીતે મતદાન કરવું તે અંગે તંત્ર કામે વળગ્યું હોવાના અહેવાલો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution