ગાંધીનગર-

સતત બીજી વખત ગુજરાતનાં મુખ્યપ્રધાન બનનારા વિજય રૂપાણીએ વિદેશ પ્રવાસ કર્યાં છે. જેમાં રૂપાણી ઇઝરાયેલ ગયાં હતાં. જ્યાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરી હતી. જેથી ખેતી-શાકભાજીનું મહત્તમ ઉત્પાદન થાય અને સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય છે.

ગુજરાતનાં ઇઝરાયેલ સાથેના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાની ઇચ્છા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. આ સિવાય CM વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં ત્યાંના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. CM રૂપાણીએ પોતાની વિદેશ યાત્રા કે વિદેશીઓની ગુજરાત મુલાકાતમાં ગુજરાતના ઉદ્યોગોમાં વધુ વિદેશી મૂડી રોકાણ પર ભાર મુક્યો છે.