બે બાઈક વચ્ચે ટક્કર  બંને બાઈક ચાલકોનીે હાલત ગંભીર બનતા હોસ્પિટલમાં ખસેડાયા
20, જાન્યુઆરી 2023

જામનગર, જામનગરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રે બે બાઈક વચ્ચે જાેરદાર ટક્કર થતાં બંને બાઈકસવારોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક બાઈકનો ચાલક રોડની જમણી બાજુ વળી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારતાં બંને પટકાયા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે એક બાઈકસવાર રોડની જમણી બાજુ વળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જાેરદાર હતો કે બંને બાઈકસવાર જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો અને લોકો પણ એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં બંને યુવકને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution