અમદાવાદ અમદાવાદમાં ગરમીનો પારો સતત ત્રીજા દિવસે પણ ૪૪ને પાર રહ્યો હતો જ્યારે હવામાન વિભાગે હવે ૪૫ની નજીક પારો પહોંચતા રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. સૂર્યનારાયણના પ્રકોપને કારણે નાગરિકો પરેશાન છે અને બહાર નિકળવા માટે દસ વાર વિચારવું પડે તેવી સ્થિતીછે ત્યારે કુદરતની ગરમીની સાથે સાથે રાજકીય ગરમીનો પારો પણ સતત ઉંચકાઇ રહ્યો છે..આગામી વિધાનસભાની ચૂંટણીની હજુતો તારીખ જાહેર થઇ નથી પરંતુ તેની જાહેરાત હાથવેંતમાં જ છે ત્યારે તેવા સમયે કુદરતની ગરમી અને રાજકીય ગરમી વચ્ચે જાણે સ્પર્ધા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. તેમાંય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાતની મુલાકાત અને આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલકાતે રાજકીય તાપને વધુ બળતો કરી દીધો છે તેવી જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે. હવામાન વિભાગે મહત્ત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જેના પગલે અમદાવાદ શહેરમાં રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. લોકોને કામ સિવાય ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેમાં પણ રેડ એલર્ટ આપવામાં આવતા આગામી બે દિવસ અમદાવાદ શહેર માટે મહત્ત્વના બની રહેશે. અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. આ ઉપરાંત શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવું જાેઈએ.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા અને કંડલા ખાતે હિટવેવની શક્યતા છે. બીજી તરફ સુરતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો શક્ય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલી મે બાદ તાપમાનમાં થોડો ઘટાડો શક્ય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની દિશા સતત ઉત્તર અને પશ્ચિમની રહેવાથી રાજ્ય પર ગરમ હવા રહે છે. જેના પગલે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ

થાય છે. હાલ રાજ્યમાં સૂકા અને ગરમ પવનો ફૂંકવાને પગલે તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોએ ખાસ કરીને બપોરના ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જાેઈએ.

ગુજરાતની ધરા એક પ્રયોગ શાળા જે.પી. નડ્ડા

ગાંધીનગર ગુજરાતનું સંગઠનાત્મક મોડલ હોય કે વહીવટી મોડલ હોય, આ બંને મોડલને આખો દેશ ફોલો કરે છે. ભાજપ માટે ગુજરાતની ધરા એક પ્રયોગ શાળા રહી છે. ત્યારે દેશમાં જાતિવાદ, સંપ્રદાય, પરિવારવાદ જેવા મુદ્દાને નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતી થકી જવાબ આપ્યો છે તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજય આગળ વધી રહ્યુ છે, તો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ભાજપ પક્ષ મજબૂત થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી-ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી સાબરમતી આશ્રમની મુલાકાત કરી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. કાર્યાલય પર રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાનું સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક યોજી હતી. બેઠક પછી રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે એક દિવસ ગુજરાત પ્રવાસે આવવાનો અવસર મળ્યો છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. પછી ગુજરાતના વરિષ્ઠ પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદોની સાથે બેઠક કરી હતી. રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાએ જણાવ્યુ હતું કે, ગુજરાત સંગઠનાત્મક મોડલ હોય કે વહીવટી મોડલ હોય આ બંને મોડલને સમગ્ર દેશ ફોલો કરે છે. તે બદલ ગુજરાત રાજયને ઘણો આદર અને સન્માન મળે છે. ભાજપ માટે ગુજરાતની ભૂમિ એક પ્રયોગ શાળા રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે વિકાસનું મોડલ વિકસીત કર્યુ છે.

ગુજરાતમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી. અને તેના કારણે દેશમાં વિકાસની રાજનીતિ આજે પ્રસ્થાપિત થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ મંત્રીમંડળનું રિસફલિંગ કરવું એ કોઈ નાની સુની વાત નથી, ગુજરાતે આ પ્રયોગને સુપેરે પાર પાડીને દેશમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકારનું સંપૂર્ણપણે રિસફલિંગની બાબતને ગુજરાતે સારી રીતે પાર પાડી છે. નડ્ડાએ વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના જુદા-જુદા કાર્યો કરી ગુજરાતને નવી દિશા આપી છે, તેને સમગ્ર વિશ્વમા લોકો જાેઇ રહ્યા છે. રાજનીતિની વાત છે, ત્યારે ભાજપએ જાતિવાદ, સંપ્રદાય, પરિવારવાદ જેવા મુદ્દાને નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ થકી જવાબ આપ્યો છે. દેશની રાજનીતિમાં પરિવર્તનનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. અગાઉ ચૂંટણીઓ જાતિવાદ, પરિવારવાદ પર થતી, પરંતુ આજે વિકાસની રાજનીતિથી ચૂંટણી લડવા રાજકીય પાર્ટીઓ મજબૂર થઇ છે. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે આખો દેશ વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં મજબૂત રીતે લડયો. અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર દેખાતા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ ૧૩૦ કરોડ જનતાને કોરોના મહામારીથી બચાવ્યા. પહેલા ભારતમાં કોઇ પણ રોગની રસી આવતા ઓછામાં ઓછા ૨૦ વર્ષ લાગતા હતા.