06, જુલાઈ 2021
રાજપીપળા, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ૧૯ જેટલા ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ગરુડેશ્વર ટી.ડી.ઓ એ આ સર્વે કામગીરીમાં અડચણ ઉભી કરનાર બી.ટી.પી આગેવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગરુડેશ્વર ટી.ડી.ઓ એ.વી.ડાંગીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વનબંધુ કન્યાણ યોજના-૨ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીની જાેગવાઇ હેઠળ આદીવાસી વિસ્તાર ધરાવતા જીલ્લામાં કુંટુબ સર્વે અને ગામ સર્વેની કામગીરી ચાલુ છે.સોશીયલ મીડીયા પર સર્વેની કામગીરીને લઇ ખોટા મેસેજ ફરતા થયા છે.જે મેસેજમા લખેલું છે કે ૧૯ ગામનો સર્વે ચાલુ છે, ૧૯ ગામના દરેક વ્યક્તીને આધારકાર્ડ અને ઘરના કેટલા સભ્યો છે.એની માહીતી પુછવામા આવી રહી છે.આ દરેક ગામના વ્યક્તીને ઘરઘંટી, મશીનની સહાય માટે પુછવામાં આવી રહ્યુ છે.આ લાલચમાં આવુ નહી કેમ કે સત્તામંડળનો સર્વે કરી રહ્યા છે અને જમીનનો પણ તો પહેલા દરેક ગામના નવજુવાન જાગે.આ લાલચ આપી જમીન લુંટવાના ઇરાદાથી કામ ચાલુ છે.આપણા વિસ્તારના પ્રશ્નો લઇને ઘણા સમયથી નિરાકરણ નહી આવી રહ્યું ત્યાં તો ૧૯ ગામ થઇ ગયા.જેથી ૬ ગામોમાં જ તકલીફ થઇ રહી છે તે ૧૯ ગામોની પણ થવાની છે.આમ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. આમ આપનો વિકાસ સંવિધાનીક હક અધિકાર સાથે કરવું જરૂરી છે. દલાલી થી નહીં જ, જેથી આ ગામોમાં જે પણ કોઇ ભાઇ-બહેન ખરેખર ગામ માટે વિકાસ માંગતા હોઇ તે દરેક ગામમાંથી ૨-૩ વ્યક્તી આપણો સંપર્ક નંબર સેન્ડ કરે.હવે આ મેસેજ નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન આશીષ કંચન તડવીના (રહે.પટેલ ફળીયુ કોઠી કેવડીયા કોલોની) મોબાઈલ પરથી વાયરલ થયો હોવાનું તપાસ કેવડિયા પોલીસે આશિષ તડવી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસ બંધ કરવાની ફરજ પડી
રાજપીપળા, સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી.આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઈ પણ હજુ ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારમાં જાેઈએ તેટલો વરસાદ પડી રહ્યો નથી. હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં ૧૦ મીટર કરતાં પણ નીચે જતી રહી છે અને પાણીની આવક ઘટવાના કારણે નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવરબેડ પાવર હાઉસના તમામ યુનિટો બંધ કરી વીજ ઉત્પાદન કરતાં બંધ કરી દેવાની ફરજ પડી.નર્મદા ડેમની જળ સપાટી ૧૧૩.૦૮ મીટર સુધી નીચે જતી રહી. આ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસુ જામી જતું હોય છે અને ડેમમાં પાણીની આવક થતી હોય છે.પરંતુ આ વખતે ચોમાસુ લંબાઈ ગયું છે.સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા પાણીની આવક સતત ઘટી રહી છે.૨૫૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના ૫૦ યુનિટીની ક્ષમતા ધરાવતા માત્ર ૨ યુનિટી જ ચલાવવામાં આવી રહ્યા છે.જેટલા સરેરાશ ચલાવવામાં આવે છે જેમાંથી પાણી ડિસ્ચાર્જ થાય છે અને હાલમાં પાણીની જરૂરિયાત છે એના કારણે મુખ્ય કેનાલમાંથી ૭૫૫૦ ક્યુસેક પાણી છોડીને રાજ્યના અનેક વિસ્તારોમાં આપવામાં આવી રહ્યું છે.