છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ ની ખરાબ ગ્રહદશા ચાલી રહી હોય તેમ જણાય છે.હજી દસ બાર દિવસ પહેલાજ પાલિકા ના અઠયાવીસ પૈકી પચીસ સભ્યો એ તેઓ સામે અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરી છે જે અંગે હજી પરિણામ આવવા નું બાકી છે. આ સમાચારો ની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ નરેન જયસ્વાલ તેમજ અંબુભાઈ જયસ્વાલ સામે ગીતા ગેસ એજન્સી ના માલિક બાલુભાઈ તડવી એ ગુનાહિત કાવતરા સહીત છેતરપિંડી વિશ્વાસઘાત અને એટ્રોસિટી ની કલમો સાથે ફરિયાદ આપી છે જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ દ્વારા વિવિધ કલમો સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.અને બંને આરોપીઓ ની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે.ફરિયાદી એ જણાવ્યું છે કે તેઓ ગીતા ગેસ એજન્સી ના માલિક છે અને અંબુભાઈ જયસ્વાલ નું ગોડાઉન રજીસ્ટર્ડ ભાડા કરાર થી પચીસ વર્ષ માટે ભાડે લીધું હતું. ત્યારબાદ અંબુભાઈ અને નરેનભાઈ એ ફરિયાદી બાલુભાઈ તડવી સાથે મિત્રતા કેળવી તેઓ નો વિશ્વાસ સંપાદિત કર્યો હતો.વિકલાંગ બાલુભાઈ નો વિશ્વાસ મેળવીને આ બંને ઈસમો એ ગેસ એજન્સી નો વહીવટ હસ્તગત કર્યો હતો અને ફરિયાદી ની સાચી ખોટી સહીઓ કરી કરાવી તેના દુરુપયોગ કરી ફરિયાદી ને પારાવાર આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. પોલીસે બાલુભાઈ ની ફરિયાદ પર જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર દઆખાલ કરી બંને આરોપીઓ ની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.