દિલ્હી-

થોડા દિવસો પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોરોને કહ્યું હતું કે જો તેઓ હાઇકમાન્ડની માફી માંગશે તો પાર્ટીના દરવાજા તેઓ માટે ખુલ્લા છે . રવિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સચિને પોતાની સ્થિતિ સાફ કરવી જોઈએ અને પાયલોટે અમારી સાથે વાત કરવી જોઈએ. લાગે છે કે કોંગ્રેસ સચિન પાયલોટ માટેના દરવાજાને સંપૂર્ણપણે બંધ કરવા માંગતી નથી ... કારણ કે સચિન પાયલોટની ગેરહાજરી કોંગ્રેસ માટે જાતિગત સમીકરણો અનુસાર મોટું નુકસાન થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં ગેહલોતની સરકારને કોઈ સમસ્યા નથી અને 14 ઓગસ્ટે યોજાનારા વિધાનસભા સત્રમાં બહુમતી સાબિત કરશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલએ રાજસ્થાનના તણાવ અંગે મીડિયાને કહ્યું, 'સચિન પાયલોટ વાત કરવા જ આવવા જોઈએ. જો તેઓ પહેલા તેમની સ્થિતિ સાફ કરે છે, તો જ તેમની ઘરવાપસીની વાતચીત શક્ય બનેેશે.

તે જ સમયે, જ્યારે સુરજેવાલાને પૂછવામાં આવ્યું કે શું સચિન પાયલોટ વિરુદ્ધ કડક શબ્દો વાપરનારા અશોક ગેહલોત બળવાખોરોને ફરીથી પાર્ટીમા સામેલ કરવામાટે તૈયાર હશે કે નહીં, તેમણે કહ્યું હતું કે સરકારને તોડવાના કાવતરા દરમિયાન પણ અનેકની લાગણીઓ દુભાય તેવી વાતો કરવામાં આવી હતી.સુરજેવાલાએ કહ્યું, 'અશોક ગેહલોત જીએ ખૂબ જવાબદાર રીતે કામ કર્યુ છે. તેમણે કહ્યું કે,  ભાજપ સાથે મળીને તેમની સરકારને તોડવાના કાવતરા દરમિયાન તેમના નિવેદનોની ટીકા થવાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે.

જ્યારે કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે કેટલા ધારાસભ્યો છે, ત્યારે તેનો જવાબ હતો કે તેમની પાસે 102 ધારાસભ્યો છે. જો કે, સુરજેવાલા અગાઉ 109 ધારાસભ્યોના સમર્થનની વાત કરી ચૂક્યા છે. શનિવારે જેસલમેરમાં, કોંગ્રેસના ધારાસભ્યોને એક હોટલમાં રાખવામાં આવ્યા છે, મીડિયા સાથેની વાતચીતમાં સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે જો પાર્ટી હાઈકમાન્ડની માફી માંગશે તો તેમને બળવાખોરો સાથે કોઈ મુશ્કેલી નથી. ગેહલોતે કહ્યું કે પાર્ટીની હાઈકમાન્ડ જે પણ કહેશે તે તેઓ સ્વીકારી લેશે.