હડિયોલના પડતર પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ સુખદ ઉકેલ લાવવા ડીડીઓ દ્વારા ખાતરી
20, જુલાઈ 2020

અરવલ્લી, તા.૧૯ 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના સેજામાં આવતા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના પંચાયત વેરા તેમજ કોરોના મહામારીમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોનાના કેસ અંગે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોકણોલ બેઠકના સદસ્ય હર્ષદભાઈ પટેલે પંચાયતને વેરાની આવકમાં નુકશાની અંગે કરી ધારદાર રજૂઆતો કરી હતી. જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી ડોકટર રાજેન્દ્ર પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર, કે. રાજન, તાલુકા વિકાસ અધિકારીઓનો કાફલો હડિયોલ ગામની મુલાકાત લેતા સરપંચ મુન્નાભાઈએ જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદભાઈ પટેલ અને ગ્રામજનોની એક મિટિંગ યોજી હતી. જેમાં ગામ વિકાસના વિવિધ પ્રશ્નોની સુખદ ચર્ચા વિચારણા અને અમલીકરણના આયોજનો કરવામાં આવ્યા હતા. આજની આ મુલાકાત દરમિયાન સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્રકુમાર પટેલ,તાલુકા વિકાસ અધિકારી દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેઓ દ્વારા જરૂરી પ્રશ્નો અને વિકાસ પ્રશ્નોના સુખદ ઉકેલની ખાત્રી આપવામાં આવી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution