25, જુન 2021
વડોદરા, તા.૨૪
વડોદરા મહાનગરપાલિકાની સામાન્યસભામાં કોંગ્રેસના સભ્યોએ બોલવાના મુદ્ે વિરોધ કરીને સભાગૃહમાં જ નીચે બેસીને વિરોધ સાથે ધરણાં કર્યાં હતાં અને વરસોની પ્રણાલિકા મુજબ દરેક સભાસદને શહેરના પ્રશ્નો અંગે બોલવાનો અધિકાર હોવાની રજૂઆત કરી હતી. જાે કે, મેયરે અગાઉની સભામાં બાકી રહેલા કોંગ્રેસના બે કાઉન્સિલરો પહેલાં બોલે તેમ કહેતાં કોંગ્રેસના સભ્યોએ ધરણાં જારી રાખતાં મેયરે સભાના એજન્ડાના કામોને મંજૂરી આપી સભા બરખાસ્ત કરી હતી. સભા પૂરી થયા બાદ પણ કોંગ્રેસના સભ્યોએ બે-અઢી કલાક સુધી ધરણાં જારી રાખ્યાં હતાં.
સરસયાજી નગરગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકાની સામાન્યસભા શરૂ થતાં કોંગ્રેસના સભ્ય બોલવા ઊભા થયા હતા. ત્યારે મેયરે ગત મુલત્વી રહેલી સભામાં બોલવા માટે બાકી રહેલા કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત બોલે તેમ કહેતાં વિપક્ષના કાઉન્સિલરોએ વિરોધ કરી સભાની પાછળ ૫૦-૬૦ હજાર ખર્ચ થાય છે. ત્યારે દરેક સભાસદને શહેરના વિવિધ પ્રશ્ને બોલવાનો અધિકાર છે અને વરસોની પ્રણાલિકા છે, પ્રતિબંધ લગાવી ન શકાય.
જાે કે, ભાજપાના તમામ સભ્યોએ ઊભા થઈને આ કામની સભા છે અને ગત સભામાં તમે રજૂઆત કરી ચૂકયા છે. બાકી હતા તે સભામાં બોલે. જ્યારે મેયરે કહ્યું હતું કે, ગત સભામાં સમયના અભાવે અમીબેન રાવત અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ બોલી શક્યા નથી, તે બોલે. ત્યાર પછી કોઈ નવી રજૂઆત હોય તો અન્ય કાઉન્સિલરો રજૂઆત કરે તેમ કહ્યું હતું. પરંતુ કોંગ્રેસના સભ્યોએ આવી રીતે નહીં ચાલે, વિપક્ષી સભ્યોની રજૂઆત બાદ અમારા નેતા બોલશે અને તે વરસોની પ્રણાલિકા પણ છે તેમ જણાવી કોંગ્રેસના તમામ કાઉન્સિલરો સભાગૃહમાં નીચે બેસી ગયા હતા. તો બીજી તરફ ભાજપાના કાઉન્સિલરોએ કોંગ્રેસ તેરી દાદાગીરી નહીં ચલેગી...ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના કાઉન્સિલરે અમે વરસોની પ્રણાલિકા મુજબ શહેરના પ્રશ્નો અંગે બોલવાની અને તેમાં સમયમર્યાદા નક્કી ના હોય. જાે કે, મેયરે કોંગ્રેસના સભ્યોના વિરોધ વચ્ચે સભાના કામોને મંજૂરી આપી સભા બરખાસ્ત કરી હતી.
વાતચીત પછી અઢી કલાક બાદ ધરણાં સમેટાયાં
વડોદરા. સામાન્ય સભામાં બોલવાના મુદ્ે વિરોધ થયા બાદ ધરણાં પર બેઠેલા કોંગ્રેસના સભ્યો સભાગૃહમાં જ ધરણાં પર બેસી ગયા હતા. સભા પૂરી થયા બાદ ધરણાં પર બેઠેલા કોંગ્રેસના સભ્યોને મળવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ પણ આવી ભાજપા દ્વારા વિપક્ષને બોલતા રોકવાના મુદ્ાને લઈને વિરોધ કર્યો હતો. જાે કે, ધરણાં પર બેઠેલા કોંગ્રેસના કાઉન્સિલરોને મળવા સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, નેતા અલ્પેશ લીમ્બાચિયા, દંઠક ચિરાગ બારોટ અને સિનિયર કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા આવ્યા હતા અને ચર્ચા વિચારણા અને સમજાવટ તેમજ સભામાં તમામનું માન-સન્માન જળવાય તેમજ સપ્રમાણ તક તમામને મળે તેમ કહેતાં અઢી કલાક બાદ રાત્રે ૮.૩૦ કલાકે કોંગ્રેસના કાઉન્સિલરોએ ધરણાં સમેટી લીધાં હતાં.