કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર: વાયદાઓનો પટારો ખોલી કોંગ્રેસે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
11, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. શપથ પત્ર તરીકે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ શપથ અનુસાર ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જશે. ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ચૂંટણી ઢંઢેરો  જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. શહેરીજનોને ફ્રી સુવિધા માટે ગુજરાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તરીકે શપથ પત્ર બનાવ્યું છે.જેમા મતદારોને રિઝવવા માટે અલગ અલગ વાયદાઓ છે. જેમા સૌથી મોટો વાયદો એક વર્ષનો ટેક્સ માફ કરવાનો છે. જ્યારે કે 24 કલાકમાં સફાઈકર્મીઓને કાયમી કરવાનું વચન આપી શકે છે. શપથપત્ર જાહેર કરતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, શહેરોમાં તંત્રના અણધડ વહીવટના કારણે લોકો પરેશાન થાય છે. જેમાથી કોંગ્રેસ પ્રજાને રાહત આપશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ભાજપની જેમ વાયદા નથી કરતા. પરંતુ શપથ લઈએ છીએ. આ શપથપત્રમાં મધ્યમ વર્ગના પરિવારોને ટ્રાન્સપોર્ટ, હેલ્થ અને અન્ય સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ બનાવવાનો પણ ઉલ્લેખ છે. જેના દ્વારા લોકોને અલગ અલગ લાભ મળશે. આ ઉપરાંત દરેક વોર્ડમાં તિરંગા ક્લીનિક શરૂ કરવાનો વાયદો કર્યો છે.

વાયદાઓનો પટારો ખોલી કોંગ્રેસે વ્યક્ત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, લાંબા સમયથી ભાજપનું શાસન હોવા છતાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. વારંવાર ફરિયાદો કરવા છતા પણ કોઈ સાંભળતુ નથી. જે આ મુજબ છે. "હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રક માં લખેલા એક એક શબ્દ નું પાલન કરવાની ખાત્રી આપી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution