ગાંધીનગર, કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર ૫૮% થી લઈને ૪૬% જેવો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાત સરકારપાસે જુના ભાવનું જે ખાતર પડ્યું છે તે ખેડૂતોને જૂના ભાવથી આપવામાં આવે અને નવા ભાવના ખાતર ભાવ વધારો પાછો ખેંચીને પછી આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ખાતર ઉપર કરાયેલા આ ભાવ વધારાથી ખેડૂતોની ઉપર ૧૪૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધશે અને સરકારને ય્જી્‌ની રૂપિયા ૨૫૦ કરોડની વધારાની આવક થશે. આઝાદી પછીના આટલા વર્ષોમાં ક્યારે પણ આટલો મોટો ભાવ વધારો ખાતરમાં થયેલ નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટીરીયલ (રો મટીરીયલ) ની કિંમત કોંગ્રેસના શાસનમાં વધતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી. પરંતુ ખેડૂતોને તો ખાતર સસ્તું જ આપવામાં આવતું હતુ. કોંગ્રેસના શાસનની જેમ જ ખેડૂતોને અપાતી સબસીડીને વધારવામાં આવે . એવું કારણ છે કે પ્રવર્તમાન કોરોનાની મહામારીના સમયમાં ખેડૂતો ખાતરના ભાવ વધારાનો ભોગ ન બને તે જરૂરી છે. હાલ જૂના ભાવનું ગુજરાત પાસે જે ખાતર છે, તે ખાતરને જૂના ભાવે જ ખેડૂતોને આપવામાં આવે અને નવું ખાતર ભાવ વધારો પાછો ખેંચીને પછી જ ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

 ખાતર નવો ભાવ (રૂ) જુનો ભાવ(રૂ) ભાવવધારો

 ડીએપી ૧૯૦૦ ૧૨૦૦ ૫૮%

 એનપીકે ૧૭૭૫ ૧૧૭૫ ૫૧%

 એનપીકે ૧૮૦૦ ૧૧૮૫ ૫૨%

 એનપી ૧૩૫૦ ૦૯૨૫ ૪૬%

નોંધ ઃ ૫૦ કિલોની બેગના ભાવ