કોંગ્રેસ જાતે જ રાહુલ ગાંધીને પપ્પુ કહે છેઃ કોંગ્રેસ સેવાદળના ટિ્‌વટ પર ભાજપનો જવાબ
24, જુલાઈ 2021 495   |  

દિલ્હી-

ફોન ટેપિંગના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કોંગ્રેસની પાંખ સેવાદળના દમણ અને દીવ યુનિટ દ્વારા એવુ ટિ્‌વટ કરવામાં આવ્યુ છે કે, ભાજપને નિશાન સાધવાનો મોકો મળી ગોય છે. મળતી વિગતો પ્રમાણે ભાજપે એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીનો એક વિડિયો શેર કર્યો હતો અને તેમાં રાહુલ ગાંધી ભુલથી એવુ કહેતા નજરે પડ્યા હતા કે, જાે તમે ભ્રષ્ટ કે ચોર છો તો તમે મોદીથી ડરશો.એ પછી ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યુ હતુ કે, હવે ખબર પડી કે કોંગ્રેસમાં ડરનો માહોલ કેમ છે.

તેના જવાબમાં દીવ દમણ કોંગ્રેસ સેવાદળે ટિ્‌વટ કર્યુ હતુ કે, જાે રાહુલ ગાંધી પપ્પુ હોય તો એક પપ્પુની જાસૂસી માટે કરોડો રુપિયા કેમ ખર્ચ થઈ રહ્યો છે, ખરેખર તો આ ડર છે.તેના પર જવાબ આપતા હવે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, પપ્પુ છે ત્યારે જ તો કરોડો રુપિયા ખર્ચ નથી કર્યા, કોંગ્રેસના કેવા દિવસો આવી ગયા છે કે, જાતે જ રાહુલ ગાંધીને પપ્પુ કહે છે.ઉલ્લેખનીય છે કે, પેગેસસ સોફ્ટવેરથી ફોન ટેપિંગનુ પ્રકરણ હાલમાં ભારે ચર્ચામાં છે.જેમાં દાવો થઈ રહ્યો છે કે, ભારતના સંખ્યાબંધ નેતાઓ, પત્રકારો, વકીલોના ફોન ટેપ કરવામાં આવ્યા છે.રાહુલ ગાંધીએ આ મામલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution