વડોદરા. શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણમાં વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણી મહિલા કાર્યકર્તા અને મ્યુનિ. કોર્પોેરેશનના મહિલા કાઉન્સિલર અમી રાવત કોરોના સંક્રમિત બન્યાં છે. તેઓને સામાન્ય તાવ આવતો હતો જેથી કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં તેમનો રેપિડ ટેસ્ટ કરાવતાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જાે કે, હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નરેન્દ્ર રાવતે પણ તેમનો ટેસ્ટ કરાવતાં નેગેટિવ નોર્મલ આવ્યો હતો.