અમદાવાદ, શહેરની પીરાણા ડમ્પિંગ સાઇટ છેલ્લા ઘણા વર્ષથી ચર્ચાનું કેન્દ્ર બની છે કચરાના ડુંગર ખડકાયા તેમાંથી ખાતર તથા વીજ ઉત્પાદન કરવાની યોજના બનાવી પરંતુ તે માત્ર કાગળ પર જ રહી આમ તે સોલિડવેસ્ટ વિભાગની ભારોભાર બેદરકારી દેખાઈ આવે છે ની વિપક્ષના નેતા શહેઝાદ ખાને પીરાણા ડમ્પિંગ સાઈડ ની મુલાકાત લેતા અને ચિંતાજનક અને ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા ડમ્પીંગ સાઈટ પરની અમીર લોકોની વાતો પોકળ છે તે સહિતના અનેક આક્ષેપો વિપક્ષના નેતાએ કર્યા હતા. વિપક્ષી નેતાએ કહ્યું કે ઈરાનના કચરાના ડુંગરને ખસેડવા તથા તેમાંથી ખાતર અને વીજળી ઉત્પન્ન કરવા કચરાની ઈંટો બનાવવાની વાત કરી હતી કચરામાંથી વીજળી ઉત્પન્ન થતાં તે વીજળીનો વપરાશ સ્ટ્રીટ લાઈટ માટે કરવાની પણ વાત થઈ હતી પરંતુ તમામ બાબત માત્ર કાગળ પર જ રહેવા પામી છે વર્ષ ૨૦૦૭માં ઠરાવ કરી ભરૂચ એન્વાયરો એન્જીનીયરીંગને કચરામાંથી ખાતર બનાવવા ૨૫ એકર જમીન આપી જેમાં રોજના ૨૫૦ ટન કચરામાંથી ખાતર બનાવવાનું આયોજન હતું ત્યારબાદ ૨૦૦૯માં ક્રિએટિવ ઇકો રિસાયકલ ને કચરામાંથી ખાતર બનાવવાનું સોંપ્યું હતું વર્ષ ૨૦૧૨માં ઠરાવ કરી એબેલોન એન્જીનીયરીંગને કચરામાંથી વીજ ઉત્પાદિત કરવાનું ૧૩ એકર જમીન આપી હતી જેમાં દૈનિક હજાર ટન કચરામાંથી વીજળી બનાવવાનું આયોજન હતું ૨૦૧૩માં એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને કચરામાંથી વીજળી બનાવવાનું આયોજન સોંપ્યું હતું વર્ષ ૨૦૧૬માં જિંદાલ અર્બન વેસ્ટને કચરામાંથી વીજળી ઉત્પાદન માટે ૧૪ એકર જમીન આપી જેમાં હજાર ટન કચરામાંથી વીજળી બનાવવાનું આયોજન હતું આ તમામ યોજનાઓ ફકત કાગળ પર જ રહી કોઈ કંપનીને કામ કરતા જાેઈ નથી આ વર્તમાન ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે તેઓ સીધો આક્ષેપ મ્યુનિ.ની વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણે કર્યો હતો.