દિલ્હી-

ભીમા કોરેગાંવ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે મોદી સરકારને બદનામ કરવા માટે અનુસૂચિત જાતિ-મુસ્લિમોને ભેગા કરીને એક હથિયારબંધ સંગઠન ઊભું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. આરોપી રોના વિલ્સન પાસેથી મળેલા દસ્તાવેજાેથી કોઈ મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.

એનઆઈ તપાસમાં સામે આવ્યું છે કે સાંપ્રદાયિકતાનો વિરોધ કરવાના નામે એક સંગઠન બનાવવાની કોશિશ થઈ રહી હતી. સંગઠનમાં અનુસૂચિત જાતિના અને મુસ્લિમોને જાેડવાની તૈયારી હતી. આ ષડયંત્ર હેઠળ તામિલનાડુ, ગુજરાતમાં અનેક સંગઠનો બનાવવામાં આવ્યા હતાં. આ સંગઠનો હિન્દુ સંગઠનો વિરુદ્ધ અનુસૂચિન જાતિ- મુસ્લિમોને ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતાં. એનઆઈની ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે ભીમા-કોરેગાંવ કેસમાં ગત અઠવાડિયે રાંચીથી ધરપકડ કરાયેલા સ્ટેન સ્વામીએ માઓવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીઓ પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા.

સ્ટેનના ઘરેથી અનેક આપત્તિજનક દસ્તાવેજાે મળ્યા છે. આ દસ્તાવેજાેથી અનેક મહત્વના પુરાવા મળ્યા છે. અનેક કોમરેડ વચ્ચે સાંકેતિક ભાષામાં પત્ર વ્યવહાર અને શહેરી ગોરીલા પદ્ધતિ પર આધારિત પુસ્તકો મળ્યા છે. એનઆઈએ પોતાની ચાર્જશીટમાં આરોપી રોના વિલ્સનનો પણ ઉલ્લેખ કર્યો છે.