બાબરા, બાબરા પંથકમાં ગત વર્ષ કરતા કપાસની સારી એવી આવક જાેવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી કપાસની આવકમાં સતત વધારો જાેવા મળી રહૃાો છે અને ભાવમાં પણ સતત સારો એવો વધારો આવતા રહેતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે. બાબરામાર્કેટીંગયાર્ડમાં ખેડૂતને પુરતો ભાવ મળી રહેતા સૌરાષ્ટ્રના મોટાભાગનાં જિલ્લા અને તાલુકા સેન્ટર પરથી ખેડૂતો કપાસ વેચાણ કરવામાં લાઈન લગાવી રહૃાા છે અને યાર્ડમાં થતી વધુ આવક જિલ્લા બહારથી આવતો કપાસ પણ છે. બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક પખવાડિયાથી કપાસની સારીએવી આવક જાેવા મળી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ જાેવા મળી રહૃાો છે અને યાર્ડમાં સારો કપાસ મળતા વેપારીઓએ પણ ખરીદીમાં હોડ લગાવતા ખેડૂતોને ભાવ પણ સારો મળી રહૃાો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે.આજે રૂા. ૧૬૦૦ તેમજ ર૦૭પ સુધી ઊંચો કપાસનો ભાવ બોલાયો હતો અને ૩૦ હજાર મણ જેટલી આવક પણ જાેવા મળી હતી.