શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં પાણીના સ્તરમાં સતત વધારો
29, સપ્ટેમ્બર 2021

શિનોર

શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં પાણીના સ્તરમાં સતત વધારો શિનોર તાલુકો અને કરજણ તાલુકામાં થી નર્મદા નદી પસાર થાય છે નર્મદા ડેમની બાદ નાની-મોટી નદીઓ જેવી કે ઓરસંગ નદી કરજણ નદી નાના-મોટા પાણીના સ્ત્રોતો માં સતત વરસાદના કારણે અને ઉપરવાસમાં થયેલવરસાદ કારણે નર્મદા નદીમાં વરસાદી પાણીની આવક વધી રહી છે સાવચેતીના ભાગરૂપે વહીવટ તંત્ર જિલ્લા આદેશ અનુસાર શિનોર તાલુકા મામલતદાર ડીઝાસ્ટર શાખા દ્વારા ટીડીઓને રોજેરોજ ના ભારે વરસાદને કારણે થયેલ નુકશાની નો રિપોર્ટ કરવા ટપાલ અપાઈ છેશિનોર તાલુકા નર્મદા નદીના કાંઠે નીચાણવાળા વિસ્તારો આવેલા છે તેમાં દિવેર. સુરાસામળ. માંડવા. માલસર. સિનોર. કંજેઠા. અંબાલી. ઝાંઝડ. મોલેથા અને બરકાલ આ ગામોમાં વહીવટ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે કરજણ તાલુકાના કુલ નવ ગામોમાં જેવા કે નાની કોરલ. મોટી કોરલ. જૂની સાયર. સઞડોલ. ઓઝ. સોમજ. દેલવાડા. હરજનપુરા આમ શિનોર તાલુકાના ૧૧ ગામ અને કરજણ તાલુકાના નવ ગામો પર વહીવટ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution