આણંદ પોતાના પ્રેમ પ્રકરણને કારણે હંમેશા વગોવાયેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલકીં ફરી પાછા વિવાદમાં ફસાયા છે.આ વખતનો વિવાદ મસમોટો છે. પોતાની પત્ની સાથે જ વિખવાદ બાદ હવે પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા સ્થળ છોડી ભાગ્યાની ચર્ચા વચ્ચે પત્નીએ ખેલ પાડી બંગલામાં ઘૂસી જતાં રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. આણંદ પંથકના કોંગ્રેસના દિગ્ગજ નેતા શહેરની યુવતી સાથે ઇલુઇલુની લીલા રચવા જતાં યુવતીના પરિવારને જાણ થતાં બંગલા સ્થળે હોહા મચાવતા દિગ્ગજ નેતાને સ્થળ છોડી ભાગવાની સ્થિતિ સજૉઇ હતી. જે તકનો લાભ લઇ નેતાની ગેરહાજરીમાં તંત્રના સહયોગથી નેતાના પત્નીએ બોરસદ સ્થિત બંગલામાં પ્રવેશ કરી કાયદેસરના હક્ક દાવા કરતાં કોગ્રેસના નેતાની સાંસારિક સહિત ઇલુઇલુ મનસા ચર્ચાની એરણે ચઢવા પામી હોવાનું જાણવા મળેલ છે. જાેકે નજીકના વર્તુળના જણાવ્યા પ્રમાણે વિધાનસભા જંગ નજીક આવી રહ્યો હોય દિગ્ગજ નેતાની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકવાના શકુનિ ખેલ રચવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય વિધાનસભા જંગના પડઘમ વાગી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા સત્તા પ્રાપ્તિની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

જેના પગલે એકબીજાની છબી ખરડાવી શકુનિ પાસા ગોષ્ટીના પણ ખેલ રચવામાં આવી રહ્યા હોય તેમ આણંદ પંથકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોઇ યુવતી સાથે લીવ ઇન રીલેશન શીપ શહેરના આશ્રય સોસાયટીના બંગલાનં.૫૫માં સજાવવા જવા સમયે યુવતીના પરિવાર આવી ચઢતાં ચડભડ થતાં સ્થળ છોડી રવાના થવું પડયું હતું તેવી ચર્ચા એરણે ચઢતા પક્ષનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યાં છેલ્લા કેટલાક મહિનાથી ભરતસિંહ અને તેમના પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હોળીનુ નારીયેળ અન્ય સંસ્થા સાથે જાેડાયેલ મહિલા તથા નેતાએ બની તાગ કરી તંત્રના સથવારે ભરતસિંહના બંગલામાં તેમની ગેરહાજરીમાં પ્રવેશ કરી પોતાના હકક દાવા ઉભા કરતાં ભરતસિંહની સ્થિતિ એક બાજુ ખાઇ અને બીજી બાજુ કુવા જેવી બની ગઇ છે. જાેકે સમગ્ર મામલે ભરતસિંહના નીકટવર્તી વર્તુળના જણાવ્યા પ્રમાણે બે દિવસ પૂર્વ તેઓ દિલ્હી ગયા હતા જ્યાં પક્ષના ઉચ્ચ નેતાને મળી આગામી વિધાનસભા જંગ અંતર્ગત જીત માટે કોઇ પદપ્રાપ્તીની વ્યુહરચના સફળતાથી પાર પાડી હોય પક્ષના જ કેટલાક નેતાના પેટમાં તેલ રેડાયું હતું. મહિલાનો ઉપયોગ કરી ભરતસિંહની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા હોવાના સંદેહ વ્યક્ત કરાયાનું જાણવા મળેલ છે.

હવે આ ઘરમાંથી મારો મૃતદેહ જશે છૂટાછેડા તો નહીં જ આપુ  રેશ્મા પટેલ

 રાજ્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂવૅ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના સાંસારિક જીવનમાં છેલ્લા કેટલાક માસથી વિધ્ન સંતોષ પ્રવતૅવા પામતા આખરે તેમના પત્ની રેશ્મા પટેલે બોરસદ ખાતે ભરતસિંહ ના બંગલામાં હકક દાવા સાથે પ્રવેશ કરતાં પુનઃ વિવાદ વકરતા આજે રેશ્મા પટેલે હવે આ મકાનમાંથી મારો મૃતદેહ જશે પરંતુ છુટાછેડા તો નહીં જ આપું નો સ્પષ્ટ ઉચ્ચાર કરી હવે ખરૂ નારી સશક્તિકરણ બતાવીશ.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ ના પૂર્વ સાસદ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ના પત્ની રેશ્માબેન પટેલ સાથે છેલ્લા કેટલાક માસથી વિવાદ ઉભો થતાં અગાઉ ભરતસિંહ દ્વારા છુટાછેડા આપવાના દબાણ કયૉનો આક્ષેપ કરી ભરતસિંહ ના બોરસદ સ્થીત બંગલા ખાતે રેશ્માબેન પરત આવી પોતાના હકક હોય પ્રવેશ કરતાં પુનઃ સમગ્ર મામલો એરણે ચઢવા પામતા રેશ્માબેન પરત ફરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક માસથી મને ધરમાથી ધકકા મારી કાઢી મૂકતા મારા માટે આશરો શોધવો અધરૂ થઇ પડતા અમેરિકા ગયાબાદ પુનઃ પાંચ દિવસ પૂર્વ પરત આવી ભરતસિંહ ના બંગલામાં પ્રવેશ કરી હુકાર કર્યો હતો કે બંને પરિવાર ની ઇજ્જત બંધ મુઠ્ઠીમાં રહે તેવા પ્રયાસ કયૉ હતા. છતાં મને તરછોડવાના પ્રયાસ કરવામાં આવતા હવે ચૂપ નહીં રહું બહુ સહન કર્યું હવે મારો મૃતદેહ અહીં થી જશે પરંતુ છૂટાછેડા તો નહીં જ આપું. હવે બતાવીશ નારી શક્તિ શું છે?આ ઉપરાંત આણંદ માં બનેલ લીવ ઇન રીલેશન સંબંધ દરમ્યાન થયેલ બબાલ પર તેમની મનોવૃત્તિ ઉજાગર થઇ ગઇ છે. બહાર જે કરવું હોય તે કરે પરંતુ બંગલામાં હું જ હોઇશ ની મકકમતા વ્યક્ત કરી હતી.