02, નવેમ્બર 2020
મથુરા-
મથુરાના નંદબાબા મંદિરના પ્રાંગણમાં નમાઝ પઢનારા ચાર મુસ્લિમો વિરુદ્દ પોલીસે ઇન્ડિયન પીનલ કૉડની વિવિધ ધારા હેઠળ કેસ નોંધ્યો હતો. મથુરાના બરસાના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નંદબાબા મંદિરમાં ફૈસલ ખાન, મુહમ્મદ ચાંદ સહિત ચાર જણે નમાઝ પઢી હતી. પોલીસે તેમની સામે ઇન્ડિયન પીનલ ક઼઼ૉડની 153-એ, 295 અને 505મી કલન લાગુ પાડીને કેસ નોંધ્યો હતો. એ પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું છે. મંદિરના સેવકોનો એવો દાવો હતો કે આ લોકોએ અમને જુદી વાતમાં ભોળવીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. પછી મંદિરના પ્રાંગણમાં નમાઝ પઢવાની શરૂઆત કરી દીધી હતી.
આ ઘટના 29 ઓક્ટોબરે બપોરે સાડા બાર વાગ્યે ફૈસલ ખાન અને મુહમ્મદ ચાંદ નીલેશ ગુપ્તા અને આલોક રતન નામના બે યુવાનો સાથે મંદિરમાં આવ્યા હતા. એ સમયે આ બની હતી. મંદિરના સેવકોએ પોલીસ ફરિયાદ કરી હતી. ફૈસલ ખાન દિલ્હીની ખુદાઇ ખિદમતગાર સંસ્થા સાથે સંકળાયેલો છે. ફૈસલ ખાન અને મુહમ્મદ ચાંદના સાથીદારોએ આ લોકો નમાજ પઢતા હતા એના ફોટોગ્રાફ્સ પાડીને સોશ્યલ મિડિયા પર વહેતા કર્યા હતા. સ્વાભાવિક રીતેજ હિન્દુ સમાજમાં રોષની લાગણી ફરી વળી હતી.