વલસાડ, વલસાડ જિલ્લા માં રેલવે તંત્ર લોકો ના હીત નું વિચારવા મગર મનસ્વી રીતે કામ કરતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે લોકો ની રજુવાતો ને અવગણી રેલવેતંત્ર કામ કરતું હોવાને કારણે લોકો માં રોષ ફાટ્યો છે ગત રોજ ડુંગરી નજીક રોલા ગામે રેલવે બ્રિજ ફાટક નં.૧૦૪ ઉપર ઓવરબ્રિજ માટે જમીન સંપાદન મુદ્દે ગ્રામજનો, ખેડૂતોએ રેલવે દ્વારા થનારી માપણી ને અટકાવી હતી અને ખેડૂતો ના વળતર નો ર્નિણય લીધા બાદ કામગીરી શરૂ કરવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

વલસાડ નજીકના ડુંગરી ગામ ના સરપંચ ચિંતનભાઈ પટેલ ખેડૂત આગેવાન રૂપેશભાઈ પટેલે તથા ગ્રામજનો સાથે થઈને વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ નજીકના ડુંગરી રોલા ગામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર આવેલી રેલવેની ફાટક નં.૧૦૪ ઉપર ઓવરબ્રિજ પ્રોજેકટ માટે લાઇનમાં આવતા ખેડૂતોની જમીન પાસેથી બાંધકામ થનાર છે.આ માટે સરકારે જમીન સંપાદન માટે ઇરાદો જાહેર કર્યો છે.આ અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિધિવત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કાયદાકીય પ્રણાલિકા મુજબ આ વાંધાઓની સામે રૂબરૂ સુનાવણીની તક આપવામાં આવી ન હોવાની રાવ ખેડૂતોએ કરી છે.આ પ્રોજેક્ટના સંદર્ભમાં અસરકર્તા ખેડૂતોને સાંભળ્યા વિના જમીન સંપાદન માટે માપણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવતા ગામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને ગામજનો ને સાંભળો પછી જમીનો યોગ્ય વળતર આપવામાં આવે તે રીતે જણાવ્યું છે