ખેતરોમાં વિજપોલ ઉભા કરવા મામલે વિવાદ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયોઃત્રણ મહિલાની અટક
09, જાન્યુઆરી 2022

દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જેટકો કંપની દ્વારા વીજ પોલ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઇ છે જેને લઇને ખેડૂતોમાં ઠેરઠેર ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે ત્યારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે વાડી વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમા વીજપોલ કંપની દ્વારા પોલીસને સાથે રાખી વીજ પોલ ઊભો કરવાની કામગીરી હાથ ધરાતા ખેડુતોમાં ભારે વિરોધ જાેવા મળ્યો હતો.

જયારે ખેડૂત પરિવારનીમહિલાઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા ૩ મહિલાઓ ની અટકાયત કરવામાં આવી હતી જેથીપોલીસ અને ખેડૂતો વચ્ચે એક તબકકે ઉગ્ર બોલાચાલી થઈ હતી,ખેડૂતોના ટોળા એકત્ર થતાં વિવાદ વકર્યો હતો. જાેકે,કલ્યાણપુર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક ખેડૂત વરજાગ હમીરભાઈ જામે જણાવ્યું હતું કે વીજપોલ ઊભો કરતી કંપની દ્વારા પૂરતો વળતર ચૂકવવામાં આવતો નથી તેમજ હાલ જીરું ના ઉભા પાકને નુકસાનની કરી પોલીસને સાથે રાખી ખેતરમા પ્રવેશ કરી બળજબરી પૂર્વક કામ ચાલુ કરવામાં આવ્યું છે.જમીનના ભાવ મુજબ પૂરતો વળતર નહીં ચૂકવાયતો આગામી સમયમા આ કામને લઈને ઉગ્ર વિરોધ કરવામા આવશે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.ખેડૂતોના ઉભા પાકમા વીજપોલ ઉભા કરવાના કામ ને લઈ ને ખેડૂતોમા ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution