જીનીવા-

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગોથી વર્ણવ્યા છે, પરંતુ આમાં ખાસ તો એ છે કે એને ભારતને દેખાડતી વખતે લદાખ અને જમ્મુ-કાશ્મીરને અલગ રંગથી દેખાડ્યા છે. ત્યાર પછી બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ તરફથી અમુક નારાજગી ભરેલાં રિએક્શન સામે આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર અને લદાખને ગ્રે રંગમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે આખા ભારતને વાદળી રંગનું બતાવવામાં આવ્યું છે.

આ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 ડેશબોર્ડર પર લાગેલો છે, જ્યાં કોરોનાના તાજેતરના કેસ અંગે માહિતી મળે છે. જાેકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નકશાના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશનું પાલન કરે છે.

લંડનમાં રહેતા એક આઈટી કન્સલ્ટન્ટે આ નકશાને સૌથી પહેલા નોટિસ કર્યો હતો, જેને એક વ્હોટ્‌સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેણે આ નકશાને જાેયો તો તેમાં લદાખ અને જમ્મુ-કાશ્મીર ભારતથી અલગ છે, તો તે અચંબામાં પડી ગયો અને તેણે એવું કહ્યું કે આની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે, કારણ કે ચીન ઉૐર્ંને સૌથી વધુ ફડિંગ આપે છે.