દિલ્હી-

એક વિશાળ ચાઇનીઝ રોકેટ અનિયંત્રિત રીતે પૃથ્વીની ફરતે ચક્કર લગાવી રહ્યું છે તેમજ આગામી દિવસોમાં તે પૃથ્વી પર પડી શકે છે. આ લોંગ માર્ચ ૫ બી રોકેટનો મુખ્ય તબક્કો ૨૧ ટન વજનનું છે. ગયા અઠવાડિયે ચીને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું પહેલું મોડ્યુલ શરૂ કર્યું છે. રોકેટનો કોરસ્ટેજનો ભાગ સમુદ્રમાં બનાવેલ સ્થળે પડવાનો હતો, પરંતુ તે બેકાબૂ બન્યો અને પૃથ્વીની પરિક્રમા કરવાનું શરૂ કર્યું છે. યુ.એસ. સંરક્ષણ વિભાગ માને છે કે તે ૮ મેની આસપાસ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરી શકે છે. આ રોકેટ પર કેટલીક ખામી સર્જાતા એને સંચાલિત કરનારી ટીમે આના પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. હવે આવી પરિસ્થિતિમાં માર્ચ ૫બી રોકેટ પૃથ્વી તરફ પૂર ઝડપે આવી રહ્યું છે અને પૃથ્વીની કોઈપણ જગ્યા પર ક્રેશ થઈ શકે છે.

આ રોકેટનો મુખ્ય હિસ્સો છે, જેને કોર કહેવામાં આવે છે. આનું વજન લગભગ ૨૧ ટન એટલે કે ૧૯ હજાર ૫૦ કિલો જેટલું છે અને લંબાઈ ૧૦૦ ફૂટથી વધુ છે. આ બેકાબૂ રોકેટ શનિવારે ૮ મેના રોજ પૃથ્વીના વાતારણમાં પ્રવેશ કરી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને યૂરોપની સ્પેસ એજન્સી સહિત અન્ય દેશની સંસ્થાઓ પણ પોતાની રડાર સિસ્ટમથી આના પર સતત નજર રાખી રહ્યું છે. જ્યારે પણ આ રોકેટ પૃથ્વીમાં પ્રવેશ કરશે ત્યારે એ જે પણ દેશમાં ક્રેશ થવાનું હશે એની પહેલા જ આ સ્પેસ એજન્સીઓ ત્યાંના સ્થાનિક પ્રશાસનને આની સૂચના આપી દેશે.

આ બેકાબૂ રોકેટ એટલું ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે કે તે કયા ક્ષેત્રમાં અને ક્યારે ક્રેશ થશે? એ જાણવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે. આમ તો પૃથ્વીના વાતાવરણમાં આવતા જ આ રોકેટ મોટા ભાગે બળી જશે, પરંતુ જે પણ ભાગ બચ્યો હશે એ જાે કોઈપણ દેશની જનસંખ્યાવાળા પ્રદેશમાં ક્રેશ થયો તો ભારે વિનાશ સર્જી શકે છે. ગત વર્ષે ચીનનું એક રોકેટ પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું.