ગૌહાટી-

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો કોરોના પ્રતિબંધોમાં રાહત આપીને લોકોને રાહત આપી રહી છે. જાે કે, એવા ઘણા રાજ્યો છે કે જેમણે પ્રતિબંધો વધાર્યા છે. કોરોના વધતા જતા કેસોને જાેતા, આસામ સરકારે રાજ્યના ૫ જિલ્લા જાેરહટ, ગોલાઘાટ, વિશ્વનાથ, સોનીતપુર અને લખીમપુરમાં આપવામાં આવેલા પ્રતિબંધોને બીજા અઠવાડિયા સુધી લંબાવાની જાહેરાત કરી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન કેશવ મહંતે જણાવ્યું હતું કે, આસામના પાંચ જિલ્લામાં કોવિડ -૧૯ ઉચ્ચ પોઝિટિવિટી દરને કારણે, સંપૂર્ણ લોકડાઉન ચાલુ રહેશે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ અને ત્યાંના લોકોની અવરજવર સ્થગિત રહેશે. આ પાંચ જિલ્લા જાેરહટ, ગોલાઘાટ, સોનીતપુર, વિશ્વનાથ અને લખીમપુરને કોરોનાના વધતા જતા કેસોને લીધે ૭ જુલાઈએ કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિમાં થોડો સુધારો થવાને કારણે ગોલપરા અને મોરીગાંવમાં નિયંત્રણો અંશતઃ હળવા કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન ચાલુ રહેશે. આ પાંચ જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક કફ્ર્યુ રહેશે. નવી સૂચના મંગળવારે સવારે પાંચ વાગ્યાથી અમલમાં આવશે અને આગળના ઓર્ડર સુધી અમલમાં રહેશે.