દિલ્હી-

દેશમાં કોરોનાના સંક્રમિતોની ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 90,123 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1290 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 15 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 50,20,360 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 82,066 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 39,42,360 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,95,933 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. 5.94 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ અને દેશમાં અત્યાર સુધી 5,94 29,115 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 16 સપ્ટેમ્બરે 11,16842 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,.