અમદાવાદ, રાજ્ય સરકાર ઘ્વારા જાહેરાત કર્યા બાદ ૧ એપ્રિલના રોજથી અલગ અલગ સેન્ટર પરથી ૪૫ વર્ષથી તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કોરોના બેકાબુ થતા રસીકરણ અભિયાન પુરજાેશમાં ચાલવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના ૪૮ વૉર્ડના તમામ  કોર્પોરેટરને દિવસના ૧ હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમદાવાદમા ખાનગી અને સરકારી હોસ્પિટલો સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટર મળીને ૨૫૦ સેન્ટરો પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કમ્યુનિટી હોલ હોય કે અર્બન હેલ્થ સેન્ટર પાર સવાર ૮ થી ૯ વાગ્યા સુધી ટોકન આપવામાં આવે છે ત્યારબાદ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. એ જ રીતે બીજા ડોઝ માટે પણ ટોકન આપવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ૪૮ વૉર્ડના તમામ કોર્પોરેટરોને અલગ અલગ જગ્યા જ્યા રસીકરણ ચાલી રહ્યું છે તેવા સેન્ટરો પર દૈનિક ૧ હજાર લોકોને રસીકરણ માટે લાવવામાં રહેશે એવી સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રોજ ૧૦૦ લોકોને ટોકન આપવાના હોય છે. હાલમાં ૫૦થી ૬૦ લોકોને જ ટોકન મળે છે. લોકો પણ રસીકરણનો લાભ લે તે માટે કોર્પોરેટર પણ વિનંતી કરી રહયા છે.જાે દિવસભરના રસીકરણની વાત કરીએ તો રોજ ૧૫ હજાર જેટલા લોકોને રસી આપવામાં આવે છે. ૬૦ વર્ષથી ઉપરના જે કોમોબીર્ટ છે તેવા અને પહેલા રસીકરણ આપવામાં આવી રહ્યું છે. સરકાર ઘ્વારા ૪૫ વર્ષના લોકોને રસી આપ્યા બાદ તમામ ઉંમરના લોકોને રસી આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ ઘ્વારા ૪૮ વૉર્ડના તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં જે પણ અર્બન હેલ્થ સેન્ટર હોય કે કમ્યુનિટી હોલ કે સરકારી કે ખાનગી સ્કૂલો જ્યા પણ રસીકરણ અભિયાન ચાલતું હોય ત્યાં રોજ ના ૧૦૦૦ લોકોને રસીકરણ માટે લાવામાં આવે ખાસ કરીને ફ્રન્ટલાઇન વૉરિયર્સ અને ૬૦થી ઉપરના લોકો જે કો મોરબીટ છે તેઓ રહી ના જાય તેની પણ તકેદારી રાખે તે સૂચના આપવામાં આવી છે.