વાૅશિંગ્ટન-

ચીન અને અમેરિકાના સંબંધોમાં સતત તણાવ વધતો જઈ રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ફરીથી ચેતવણી આપી છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે તેમના દેશને જાેખમની આશંકા વાસ્તવિક છે. પોમ્પિયોએ એ પણ આરોપ લગાવ્યો કે કોરોના વાઈરસ ચીનથી આવનાર પહેલો વાઈરસ નથી.

માઈક પોમ્પિયોએ કહ્ય્šં કે આ જાેખમને માપતા ટ્રમ્પ વહીવટીતંત્રને બીજિંગ સાથે પોતાના સંબંધોમાં યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમારી પ્રાથમિકતા અમેરિકી નાગરિકોની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવાની છે. જેથી દરેક સંભવ યોગ્ય પગલાં ઉઠાવવામાં આવે. અમેરિકી વિદેશ મંત્રીએ એ પણ આશા વર્તાવી છે કે વેપાર સમાધાન પહેલાં તબક્કાને લઈને ચીન પોતાની પ્રતિબદ્ધતાને પૂરી કરશે.

તેમણે કહ્ય્šં, અમે રાહ જાેઈશુ કે તેઓ પોતાની પ્રતિબદ્ધતાઓને કેવી રીતે પૂરી કરે છે. અમારી બૌદ્ધિક સંપદા ચોરી અને પાછી અમને જ વેચી. માઈક પોમ્પિયોએ કહ્ય્šં અમેરિકાની સુરક્ષાની દ્રષ્ટિએ જાેવામાં આવે તો રાષ્ટ્રપતિએ ૨૦૧૫માં જ ચેતવ્યા હતા કે ચીનથી જાેખમની આશંકા વાસ્તવિક છે. આ કારણથી આપણે સંબંધોમાં સંતુલન બનાવી રાખવા માટે દરેક સંભવ પગલા ઉઠાવી રહ્યા છીએ. તેમણે કહ્ય્šં આપે પહેલા આને વેપાર સાથે સંબંધિત વહીવટીતંત્રમાં જાેયુ.

આપણી વચ્ચે વેપાર સમાધાન ઘણુ જ અજીબ હતુ, જ્યાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ પહેલા અમારી બૌદ્ધિક સંપદા ચોરી અને પાછી અમને વેચી દીધી. સરકારના સમર્થનથી કંપનીઓએ અમને દગો આપ્યો. આજે ચીન જેટલુ સાઈબર ચોરી કરી રહ્ય્š છે તેની કોઈ અન્ય દેશ સાથે તુલના થઈ શકે નહીં.