પાલિકામાં કોરોનાને લઇને જાહેર જનતા માટે પ્રવેશબંધી ફરમાવાઇ
22, સપ્ટેમ્બર 2020

વડોદરા, તા.૨૧ 

કોરોનાનો કાળમુખી પંજાે હવે પાલિકા કચેરીમાં આવેલી વિવિધ વિભાગોની કચેરીઓમાં પણ થપાટ મારી રહ્યો છે.જેને લઇને પાલિકાના મોટાભાગના વિભાગોમાં કોરોનાનો પગપેસારો થઇ ચુક્યો છે. પાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ, સેક્રેટરીએટ વિભાગ, એકાઉન્ટ્‌સ વિભાગ, ઓડિટ વિભાગ,ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કચેરીઓ સહિતની ઓફિસોમાં કોરોનાએ દેખા દીધી છે. જેને લઇને આ વિભાગોના કર્મચારીઓ અને કાર્યકરો કોરોનાથી સંક્રમિત બન્યા છે. આ કોરોનાનો ફેલાવો ઝડપભેર વધતો જઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પાલિકાના સત્તાવાળાઓ દ્વારા લોકડાઉન દરમિયાન જે રીતે સામાન્ય પ્રજા માટે કિલ્લેબંધી કરીને પ્રવેશબંધી કરવામાં આવી હતી. એવી જ પ્રવેશબંધી પુનઃ લાગુ કરવામાં આવી છે. સામી ચુંટણીએ આ પ્રવેશબંધીને લઇને ખાસ કરીને વિપક્ષ અને અન્ય નાના તથા ઉભરતા પક્ષો માટે સંકટ સમાન બની ગઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution