જિનેવા,

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસો પહેલા કરતાં વધુ ઝડપથી વધી રહ્યા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા પોતાના સત્તાવાર નિવેદનમાં એવી ચિંતાજનક વાત કરવામાં આવી છે કે કોરોનાવાયરસ બધાની અપેક્ષા છે એટલી જલ્દી નાબૂદ થઈ શકશે નહીં.

અત્યારે કોરોનાવાયરસ નું સ્વપ છે તેના અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકો દ્રારા ઐંડો અભ્યાસ કરવામાં આવ્યો છે અને એમણે એમ કહ્યું છે કે અત્યારે એમ જલદીથી આ વાયરસ નો અતં કરી શકાશે નહીં. 

એમણે કહ્યું કે દુનિયાભરમાં વાયરસના કેસ માં ઝડપી ઉછાળો આવતો જાય છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે ને ઓગસ્ટના અતં સુધી કેસની સંખ્યામાં અનહદ વધારો થવાનો ખતરો દેખાઈ રહ્યો છે. કોરોનાવાયરસ ને નાબુદ કરવા માટે અને તેની અસરને ઓછી કરવા માટેના પ્રયાસો વૈજ્ઞાનિકો સતત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી એમને સફળતા મળી નથી. દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારના સંશોધનો પણ થઈ રહ્યા છે અને વૈજ્ઞાનિકો ૨૪ કલાક કામ કરી રહ્યા છે. 

દુનિયાભર માટે આ ખૂબ જ માઠા સમાચાર છે કે એટલી જલ્દી કોરોનાવાયરસ દુનિયામાંથી નાબૂદ થઇ શકવાનો નથી. બધાજ દેશોએ કોરોના નો મુકાબલો કરતા જ રહેવાનો છે તેવી સ્થિતિ આગળના દિવસોમાં પણ દેખાઈ રહી છે