કોરોના ની બુલેટ સ્પીડ બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં નવા નોંધાયા આટલા પોઝિટિવ કેસ
09, એપ્રીલ 2021

રાજકોટ-

રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 994 કેસ નોંધાયા છે. અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 520 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર ચાર કેસ જ નોંધાયા છે. ઉપરાંત આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં નવા 150 કેસ સામે આવ્યા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4022 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 994 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 427 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસો નોંધાયા છે. આમ કુલ 520 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 71 અને ગ્રામ્યમાં 201 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 7533 અને જિલ્લામાં 5003 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 99 અને ગ્રામ્યમાં 104 મળી કુલ 203 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 અને ગ્રામ્યમાં 40 મળી 46 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 4976 અને જિલ્લામાં 3204 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 23 અને ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. શહેરમાં 28 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1469 અને જિલ્લામાં 1590 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 39 અને ગ્રામ્યમાં 38 મળી કુલ માત્ર 77 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 6 મળી 15 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1410 અને જિલ્લામાં 6492 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution