ન્યુ દિલ્હી,તા.૪

અનલોક-૧ અનલકી સાબિત થઇ રહ્યો હોય તેમ ૧ જૂનથી લોકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાનમિશનમાંથી પસાર થઇ રÌšં હોય તેમ આજે સવારે ગુરૂવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન 

ભારતમાં આજદિનસુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૬૩૩ કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યાં છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોના મોત થયા છે. હજુ તો ૮ જૂનથી શોપિંગ મોલ-જીમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના જાવામાં આવી રહી છે.

છેલ્લાં ૬ દિવસથી સતત ૮ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં હતા. પરંતુ ગઇકાલ સુધીમાં સૌથી વધારે કેસો બહાર આવ્યાં છે ત્યારે લોકડાઉન કારગત નિવડ્યો કે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસો રોજેરોજ બહાર આવવા તે એ બાબતનો ભયજનક સિગ્નલ હોઇ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ. આ એક એવો દોર છે કે તેમાં જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રીના હોય તો પણ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય છે નિષ્ણાતો દ્વારા તેને . કોમ્યુનિટી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અને નિષ્ણાતાઓએ લોકડાઉન-૧ વખતે લોકોને ચેતવણી આપી હતી કે ભારત સંક્રમણના બીજા તબક્કામાં છે અને જા ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે તો હાહાકાર મચી જાય એટલા કેસો બહાર આવશે. તે જાતાં રોજના ૮ હજાર અને હવે ૯ હજાર કરતાં વધારે કેસો ખતરનાક માનવામાં આવી રહ્યાં છે.

સૂત્રોએ કÌšં કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કાવાર ૪ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કેસો વધવાને બદલે જાણે કે ધીમે ધીમે વધી રહ્યાં હોય તેમ હવે આંકડો ૯ હજારની ઉપર સુધી પહોંચી ગયો છે. મંગળવારે ૮ હજારની ઉપર અને ગઇકાલે બુધવારે ૯ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં છે. અલબત્ત, સત્તાવાળાઓએ આ કેસો વધવા માટે કોમ્યુનિટી સંક્રમણનો ઇ

સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પોઝિટિવ

ન્યુ દિલ્હી ઃ સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. હવે સમગ્ર સાઉથ બ્લોકને હાલ સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફનાં લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવી રÌšં છે.

હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરાશે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મેલેરીયાની સારવારમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને કોરોનાની સારવારમાં ફરીથી ટ્રાયલ તરીકે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગૈબરેયેસસે બુધવારે આ જાણકારી આપી હતી. ટેડ્રોસે જણાવ્યું કે, ‘ઉપલબ્ધ મૃતકઆંકને ધ્યાનમાં રાખીને એÂક્ઝક્્યુટિવ ગ્રુપ પ્રિÂન્સપાલ ઈન્વેÂસ્ટગેટર્સને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવા અંગે જણાવશે. ગત સપ્તાહે સુરક્ષાનો હવાલો આપીને આ દવાની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. એક રિપોર્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો થતો હોવાનો કોઈ પુરાવો નથી તેમ જણાવવામાં આવ્યું હતું.