દિલ્હી-

દેશમાં કોરોના ચેપના બીજા તરંગમાં હજુ કેસોની સંખ્યા વધઘટ થવાની ચાલુ જ છે. જો કે નિષ્ણાંતોના અનુમાન મુજબ બીજી લહેરની સમાપ્તિનો સમય હોય હજી શક્રિય કેસો યથાવત રહેતા દેશમાં કોરોનાના વાદળ હજી તળ્યા નથી. અને બીજી બાજુ સરકાર દ્વારા નિયંત્રણો પણ ઘટાડવામાં આવ્યા છે, ત્યારે ફરી કેસો વધવાની શક્યતા પણ સેવાય રહી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોમાં કોવિડ-19 ની પરિસ્થિતિ અંગે આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 37,154 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની હાલ 4,50,899 પર છે. તે જ સમયે, પુન:પ્રાપ્તિ દર વધીને 97.22% થયો છે. છેલ્લા 24 કલાકમાં 720 લોકોએ કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં 19 બેઠકો હશે. જો કે કોરોના નિયમોનું પાલન કરીને ગૃહની બધી વ્યવસ્થા કરી લીધી છે.